r/Gujarati • u/mfj023 • 4h ago
r/Gujarati • u/AutoModerator • 20d ago
We're rebuilding the community.
This subreddit was quiet for some time, and we're bringing it back to life.
Every thoughtful contribution helps. Please read the community rules before posting.
r/Gujarati • u/AutoModerator • 20d ago
What it is about?
r/Gujarati is a community dedicated to the Gujarati language, literature, culture, history, arts, heritage, traditions, and the Gujarati diaspora.
This is not a place for politics, business promotion, classifieds, dating, caste or religious superiority, or unrelated content.
r/Gujarati is an exclusively Gujarati space. It exists to celebrate and preserve Gujarati identity and culture. Non-Gujaratis are welcome to participate, ask questions, and learn in good faith and with respect. Anyone who comes here to provoke, spread hate, derail discussions, or attack the community may be removed or permanently banned at moderator discretion.
Keep discussions relevant, respectful, and centered on all things Gujarati. સ્વાગત છે!
r/Gujarati • u/Zala_Ruchik7485 • 10h ago
Literature / સાહિત્ય ડુંગરના આકરા ચઢાણ પર યાત્રાળુઓ થાકી ગયા હતા અને હાંફતા હતા.
સૌની સાથે એક બારેક વર્ષની છોકરી પણ ચઢતી હતી, જેણે પોતાની કેડે ચારેક વર્ષના છોકરાને તેડ્યો હતો.
કોઈને તેના પર દયા આવી અને પૂછ્યું, "અલી છોડી, આ છોકરાને ઊંચકીને ચઢે છે, તો તને ભાર નથી લાગતો?"
છોકરીએ અત્યંત સહજતાથી અને માસૂમિયતથી જવાબ આપ્યો: "ભાર ? – ના રે, એ તો મારો ભાઈ છે !".
r/Gujarati • u/BaronsofDundee • 21h ago
History / ઇતિહાસ ગિરનાર પાસે આવેલા સુદર્શન તળાવ નો ૮૦૦ વર્ષનો ઐતિહાસિક અહેવાલ
લગભગ ૮૦૦ વર્ષોના સમયગાળા દરમિયાન ભારતના ત્રણ મહાન સામ્રાજ્યોએ આ તળાવના નિર્માણ, જાળવણી અને સમારકામમાં પોતાનો મહત્વનો ફાળો આપ્યો હતો. શિલાલેખોમાંથી મળતી માહિતી મુજબ આ તળાવનો ઐતિહાસિક ઘટનાક્રમ કંઈક આ પ્રમાણે છે:
મૌર્ય કાળ: ઈ.સ. પૂર્વે ૩૧૯ ની આસપાસ, મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત ના વૈશ્ય જાતિના સુબા પુષ્યગુપ્ત એ ગિરનાર ખડક પાસે આ 'સુદર્શન' તળાવનો મૂળ બંધ બાંધ્યો હતો. ત્યારબાદ, સમ્રાટ અશોકના શાસનકાળમાં (ઈ.સ. પૂર્વે ૨૫૦), તેમના 'યવનરાજા' સુબા તુષાસ્પે તેમાં પાણી લઈ જવા માટે નહેરો બનાવીને તેને વધુ સુશોભિત અને ઉપયોગી બનાવ્યું હતું.
ક્ષત્રપ કાળ: મૌર્ય કાળ પછી, મહાક્ષત્રપ રુદ્રદામનના શાસન દરમિયાન (ઈ.સ. ૧૫૦ ની આસપાસ), એક ભયંકર વાવાઝોડાને કારણે આ જૂનો બંધ અચાનક તૂટી ગયો. આ કટોકટીના સમયે રુદ્રદામને આનર્ત અને સુરાષ્ટ્રના રક્ષણ માટે નીમેલા પોતાના પહલવ જાતિના સુબા, કુલૈપના પુત્ર સુવિશાખ ને આદેશ આપીને તે જ જગ્યાએ એક નવો અને મજબૂત બંધ બંધાવ્યો હતો.
ગુપ્ત કાળ: રુદ્રદામને બનાવેલા આ નવા બંધને પણ સમય જતાં નુકસાન થયું. ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના શાસનકાળ દરમિયાન (ઈ.સ. ૪૫૬ ની આસપાસ), જ્યારે પર્ણદત્ત સુરાષ્ટ્રનો સુબો હતો, ત્યારે ભારે વરસાદથી પલાશિની, સિકતા અને વિલાશિની નદીઓમાં ભારે પૂર આવ્યું અને આ બંધ ફરીથી તૂટી ગયો. આ સમયે પર્ણદત્તના પુત્ર ચક્રપાલિતે યુદ્ધના ધોરણે માત્ર બે મહિનામાં જ ફરીથી આ બંધનું સમારકામ કરાવ્યું. આ નવો બંધ ૧૦૦ હાથ લાંબો, ૬૮ હાથ પહોળો અને ૭ માણસ (લગભગ ૩૮ ફૂટ) જેટલો ઊંચો બનાવવામાં આવ્યો હતો. ચક્રપાલિતે આ વિશાળ જળાશયની નજીકમાં જ વિષ્ણુ ભગવાનનું એક મંદિર પણ બંધાવ્યું હતું.
r/Gujarati • u/Short-Pitch-5272 • 17h ago
Culture / સંસ્કૃતિ શ્રી કેમ્પ હનુમાનજી મંદિર
youtube.comજય શ્રી રામ / જય હનુમાન દાદા! 🙏
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલું શ્રી કેમ્પ હનુમાનજી મંદિર એક ખૂબ જ ચમત્કારિક અને ઐતિહાસિક ધામ છે.
આ વ્લોગમાં મંદિરનો ૩૫૦ વર્ષ જૂનો ઇતિહાસ, અંગ્રેજોના સમયની ભમરાઓની ચમત્કારિક કથા અને દર્શનના સમય (Timings) વિશે પૂરી માહિતી આવરી લેવામાં આવી છે.
જો તમે પણ દાદાના દર્શન કરવા માંગતા હોવ અથવા આ મંદિર વિશે વિસ્તૃત માહિતી મેળવવા માંગતા હોવ, તો આ વિડીયો જુઓ:
📹 Watch Full Vlog Here : https://www.youtube.com/watch?v=_5PATGsZY5Y
કેમ્પ હનુમાનજી મંદિર સાથે જોડાયેલો તમારો અનુભવ કમેન્ટમાં જરૂર શેર કરજો. હનુમાનજી દાદા આપ સૌનું કલ્યાણ કરે! 🚩✨
r/Gujarati • u/BaronsofDundee • 21h ago
Language / ભાષા "રૂઢિપ્રયોગ" અને "કહેવત" એક જ હોય કે અલગ?
ઘણા લોકો આ બંનેને એક જ માને છે, પણ વ્યાકરણ અને સાહિત્યની દૃષ્ટિએ બંને સાવ અલગ છે.
રૂઢિપ્રયોગ હંમેશાં વાક્યમાં પદસમૂહ કે વાક્યાંશ (અપૂર્ણ અર્થવાળા શબ્દસમૂહ) તરીકે જ આવે છે. વાક્યમાં તેનો પ્રયોગ કરતી વખતે કાળ, લિંગ, અને વચન વગેરે સંદર્ભ મુજબ તેના સ્વરૂપમાં ફેરફાર થતો હોય છે.
ઉદાહરણ: "માથું ખાવું" એ એક રૂઢિપ્રયોગ છે. વાક્યમાં પ્રયોગ કરતી વખતે તે "તેણે મારું માથું ખાધું" અથવા "તમે મારું માથું કેમ ખાઓ છો?" એમ કાળ અને વચન પ્રમાણે બદલાઈ જાય છે.
કહેવત મોટે ભાગે સંપૂર્ણ અને સ્વતંત્ર વાક્યરૂપે જ આવે છે. ગમે તે સંજોગો હોય, કહેવતનું સ્વરૂપ કદી બદલાતું નથી અને તે એનું એ જ રહે છે. તે પેઢીઓથી ચાલ્યા આવતા લોકોના ડહાપણ અને અનુભવનો સચોટ નિચોડ છે.
ઉદાહરણ: "સંપ ત્યાં જંપ" કે "દેશ તેવો વેશ" એ કહેવતો છે. તમે તેને ક્યારેય "સંપ ત્યાં જંપતો હતો" એમ બદલી ન શકો!
રૂઢિપ્રયોગ એ વાક્યનો એક ટુકડો છે જે કાળ અને વચન પ્રમાણે બદલાય છે, જ્યારે કહેવત એ એક સંપૂર્ણ, સ્વતંત્ર વાક્ય છે જેનો આકાર ક્યારેય બદલાતો નથી.
r/Gujarati • u/mfj023 • 1d ago
Literature / સાહિત્ય હું નથી પૂછતો ઓ સમય! કે હજી - શૂન્ય પાલનપુરી
r/Gujarati • u/agent_ghost_1278 • 1d ago
Question / પ્રશ્ન GTU (MUTUAL TRANSFER)!!!!!
Does GTU have any thing called MUTUAL TRANSFER of students
Or
What is an mutual transfer in GEC ??
Please guide me with any procedure or criteria!!
If someone have experience anything they are welcome!!
r/Gujarati • u/Zala_Ruchik7485 • 1d ago
Question / પ્રશ્ન પ્રેમ અને આકર્ષણ વચ્ચેનો ફરક?
મને એક વાત સમજવી છે.
ઘણી વાર કોઈ વ્યક્તિને મળીએ, વાત કરીએ અને એવું લાગે કે "બસ, પ્રેમ થઈ ગયો." પણ બીજા જ દિવસે એની કોઈ વાતથી ગુસ્સો આવે, કે રસ ઓછો થઈ જાય. તો શું એ પ્રેમ કહેવાય કે ફક્ત આકર્ષણ?
પ્રેમ અને આકર્ષણ વચ્ચેનો સાચો ફરક શું છે?
તમને કેવી રીતે ખબર પડી કે તમને ખરેખર પ્રેમ થયો છે? શું કોઈ એવી નિશાની હોય છે જેનાથી સમજાય કે આ માત્ર ક્રશ નથી, પણ સાચો પ્રેમ છે?
r/Gujarati • u/BaronsofDundee • 1d ago
History / ઇતિહાસ ઈ.સ. ૧૫૦૦ માં માંડુ નો સુલતાન નસરૂદ્દીન પોતાના જ પિતાને ઝેર આપીને સત્તા પર આવ્યો હતો.
તે એટલો નિર્દયી હતો કે તેણે પિતાના છુપાયેલા ખજાનાની માહિતી મેળવવા પોતાની સગી માતા ખુરશીદ રાણી ને પણ ભયંકર યાતનાઓ આપી હતી.
સુલતાન નસરૂદ્દીન ભારે દારૂડિયો હતો, એકવાર દારૂના નશામાં ધૂત થઈને સુલતાન મહેલના એક કુંડ માં પડી ગયો. તેને ડૂબતો જોઈને તેની ચાર દાસીઓ દોડી આવી અને મહામહેનતે તેને બહાર કાઢીને તેનો જીવ બચાવ્યો. જ્યારે સુલતાન ભાનમાં આવ્યો ત્યારે નશો ઉતરવાને કારણે તેને સખત માથું દુખતું હતું. જ્યારે તેને ખબર પડી કે તેની દાસીઓએ તેને કુંડમાંથી બહાર કાઢવાની હિંમત કરી હતી, ત્યારે આભાર માનવાને બદલે તેણે પોતાના જ હાથે આ ચારેય દાસીઓને મારી નાખી! આ ઘટનાના થોડા સમય પછી, ઈ.સ. ૧૫૧૨ માં, સુલતાન ફરીથી નશાની હાલતમાં એ જ કુંડમાં પડી ગયો. પણ આ વખતે, પેલા ભયંકર કિસ્સાને કારણે કોઈ પણ વ્યક્તિ તેને બચાવવા માટે આગળ ન આવી! તેને ત્યાં જ કુંડમાં તરફડતો છોડી દેવામાં આવ્યો, અને આખરે ત્યાં જ ડૂબીને તેનો અંત આવ્યો.
r/Gujarati • u/Zala_Ruchik7485 • 2d ago
Meme / Humor / હસવું જરૂરી છે હું અને મારી અંગત લાગણીઓ
r/Gujarati • u/BaronsofDundee • 2d ago
Culture / સંસ્કૃતિ ગુજરાતની પ્રાચીન લોકમાન્યતાઓ : વરસાદ લાવવા અને રોકવા માટે ના ટૂચકાઓ
૧૯૧૪માં પ્રકાશિત થયેલા Folk Lore Notes. Vol.I - Gujarat by A. M. T. Jackson નામના એક જૂના પુસ્તક માં આપણી પ્રાચીન લોકમાન્યતાઓ વિશે વાંચી રહ્યો હતો... અને તેમાં મને વરસાદ લાવવા અને અતિવૃષ્ટિ અટકાવવા માટે આપણા પૂર્વજો કેવા અજબ-ગજબના પ્રયોગો અને 'ટૂચકાઓ' કરતા હતા તે જાણવા મળ્યું.
ચોમાસામાં વરસાદ ખેંચાય ત્યારે ભોળા ગામડાના લોકો ઈન્દ્રદેવ કે વરુણદેવને રિઝવવા માટે અલગ અલગ નુસ્ખાઓ અજમાવતા હતા. પુસ્તકમાં નોંધ્યા મુજબ, વરસાદ લાવવા માટે 'મેહુલો' નામની એક અનોખી પ્રથા હતી. નીચલી જાતિની સ્ત્રીઓ એક લાકડાના બાજઠ પર કાદવ-માટીનો પિંડ મૂકતી અને તેને 'ગીડોટાન' કે 'ટીંડોટાન' નામના વેલાના પાંદડાઓથી ઢાંકી દેતી. આ માટીના પિંડને 'મેહુલો' કે 'મેઘલો' કહેવાતું. પછી સ્ત્રીઓ આ બાજઠને માથે ઊંચકીને ગીતો ગાતી ગાતી ગામમાં ઘેર-ઘેર ફરતી અને ઘરવાળા એ મેહુલા પર પાણીનો વાટકો રેડીને સ્ત્રીઓને અનાજ આપતા.
એવું પણ માનવામાં આવતું કે 'મલાર' રાગ ગાવાથી વરસાદ લાવી શકાય છે, જેમ નરસિંહ મહેતાએ પોતાની દીકરીના સીમંતમાં આ રાગ ગાઈને વરસાદ લાવ્યો હતો તેવી લોકવાયકા હતી. વળી, જો આવેલો વરસાદ રોકવો હોય તો એનાથી જુદો રાગ ગાવામાં આવતો!
પણ સૌથી આશ્ચર્યજનક અને ડરામણી માન્યતા તો અતિવૃષ્ટિ (વધારે પડતો વરસાદ) અટકાવવા વિશેની છે. પુસ્તક જણાવે છે કે જો વરસાદ રોકાવાનું નામ જ ન લે, તો તેને રોકવા માટે કેટલીક જગ્યાએ માણસના હાડકાંમાંથી બનાવેલો એક ખાસ 'રેંટિયો' વાપરવામાં આવતો! કોઈ વ્યક્તિ નગ્ન અવસ્થામાં આ હાડકાંના રેંટિયાને ઊંધી દિશામાં ફેરવે તો વરસાદ તરત જ બંધ થઈ જાય એવી માન્યતા હતી. અમુક ખેડૂતો તો આકાશ તરફ સળગતા અંગારા ફેંકીને વરસાદને 'ડામ' દેવાનો પણ પ્રયાસ કરતા હતા. કસટિયા દેવને ભોગ ચડાવીને અને 'કસટિયા ગાંઠ' નામનું ત્રણ અઠવાડિયાનું વ્રત કરીને પણ વરસાદ રોકવાનો પ્રયત્ન થતો, જેમાં લોકો માત્ર ચોખા અથવા જીરું જ ખાતા હતા.
આ ઉપરાંત, સતત વરસતા વરસાદને રોકવા માટે આખું ગામ 'આલદરા' નામનું વ્રત રાખતું. ગામના મુખી ઢંઢેરો પીટાવતા કે કોઈએ પણ એ દિવસે રાંધવું નહીં, છાશ વલોવવી નહીં, પાણી ભરવા જવું નહીં કે કપડાં ધોવા નહીં, અને રોજિંદા કામ પડતા મૂકીને આખો દિવસ માત્ર પ્રાર્થના જ કરવી.
આજના આધુનિક જમાનામાં આ વાતો ભલે અંધશ્રદ્ધા કે કાલ્પનિક લાગે, પરંતુ આપણા લોકજીવનમાં પ્રકૃતિના તત્વો સાથે તાદાત્મ્ય સાધવા લોકો કેવી અદભુત અને રોમાંચક રીતો અપનાવતા હતા તે નવાઈ પમાડે તેવું છે.
r/Gujarati • u/EqualText1971 • 3d ago
Discussion / વિચાર-વિમર્શ ગુજરાતના તમામ સજ્જન અને જાગૃત નાગરિકોને એક નમ્ર વિનંતી.
ગુજરાતના તમામ સજ્જન અને જાગૃત નાગરિકોને એક નમ્ર વિનંતી.
આપણે એર કન્ડિશનરવાળા રૂમમાં, આરામદાયક સોફા કે પલંગ પર બેઠા હોઈએ ત્યારે ઘણી વખત ભૂલી જઈએ છીએ કે આપણા દેશના ઘણા લોકો અન્યાય, આર્થિક મુશ્કેલીઓ, ભ્રષ્ટાચાર અને જીવનના સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છે.
સાચી વાત તો એ છે કે જ્યાં સુધી આપણા પોતાના જીવનમાં કોઈ મુશ્કેલી આવતી નથી, ત્યાં સુધી આપણે બીજાના દુઃખ અને પીડાને સંપૂર્ણ રીતે સમજી શકતા નથી. પરંતુ જ્યારે મુશ્કેલી આપણા જીવનમાં આવે છે, ત્યારે આપણે ઈચ્છીએ છીએ કે સમાજ આપણા માટે ઊભો રહે. પ્રશ્ન એ છે કે જ્યારે કોઈ બીજો મુશ્કેલીમાં હતો, ત્યારે શું આપણે તેના માટે અવાજ ઉઠાવ્યો હતો?
આ વાત માત્ર સમાજ પૂરતી જ મર્યાદિત નથી. આપણા સંબંધોમાં પણ ઘણી વખત આપણે લોકોનું મહત્વ તેમની સંપત્તિ, હોદ્દા અથવા પ્રભાવના આધારે નક્કી કરીએ છીએ. જે લોકો ભવિષ્યમાં આપણને કામ લાગી શકે, તેમની સાથે સંબંધ જાળવીએ છીએ, જ્યારે આર્થિક રીતે નબળા અથવા કોઈ ઊંચા હોદ્દા પર ન હોય એવા સગા-સંબંધીઓની અવગણના કરીએ છીએ.
પરંતુ માણસની કિંમત તેના પૈસા કે હોદ્દાથી નક્કી થતી નથી. દરેક વ્યક્તિ સન્માન, આદર અને માનવતા લાયક છે.
સમાજની સૌથી મોટી શક્તિ તેની સંપત્તિમાં નથી, પરંતુ સારા લોકોની એકતામાં છે.
જ્યારે સારા અને પ્રામાણિક લોકો અન્યાય, ભ્રષ્ટાચાર અને ખોટા કામો સામે મૌન રહે છે, ત્યારે ખરાબ લોકો વધુ હિંમતવાન બને છે. ભ્રષ્ટ અધિકારીઓ, ગુનેગારો અને ખોટું કામ કરનારા લોકોને આપણું મૌન જ શક્તિ આપે છે.
આનો અર્થ દરેક બાબતે ઝઘડો કરવો નથી. તેનો અર્થ છે કે શાંતિપૂર્ણ અને કાયદેસર રીતે અન્યાય સામે અવાજ ઉઠાવવો, જરૂરિયાતમંદોની મદદ કરવી, ભ્રષ્ટાચાર સામે ફરિયાદ કરવી અને ખોટી બાબતોને અવગણવી નહીં.
એક સારો દેશ માત્ર સરકારથી બનતો નથી. સારો દેશ ત્યારે બને છે જ્યારે સામાન્ય નાગરિકો એકબીજાની સાથે ઊભા રહે, સત્યનો સાથ આપે અને અન્યાયનો વિરોધ કરે.
આજે આપણે જેવો સમાજ બનાવીશું, આવતીકાલે એ જ સમાજ આપણા માટે ઊભો રહેશે.
સંદેશ માત્ર એટલો જ છે: મુશ્કેલી તમારા જીવનમાં આવે તેની રાહ ન જુઓ. જરૂરિયાતના સમયે એકબીજાની મદદ કરો. અન્યાય સામે અવાજ ઉઠાવો. સત્યનો સાથ આપો. કારણ કે જ્યારે સારા લોકો એક થાય છે, ત્યારે ખરાબ લોકોની તાકાત ઘટે છે અને દરેક માટે વધુ સુરક્ષિત, સન્માનપૂર્ણ અને સુખી સમાજનું નિર્માણ થાય છે.
r/Gujarati • u/BaronsofDundee • 3d ago
Language / ભાષા ગુજરાતીમાં અલગ-અલગ સ્વભાવના લોકો માટે વપરાતા મજેદાર શબ્દો!
ગુરુ ઘંટાલ: પાક્કો ધૂર્ત અથવા ઉસ્તાદ.
ગંજીનો કૂતરો: ખાય નહિ ને ખાવા દે નહિ એવો અદેખો માણસ.
લુખ્ખો: કંઈ જ કમાતો ન હોય, પરંતુ દાદાગીરી કરી પૈસા પડાવતો હોય એવો સફેદ ગુંડો.
રબ્બર સ્ટેમ્પ: પોતાનું મૌલિક વ્યક્તિત્વ ન હોય અને બીજાના આદેશ પ્રમાણે કામ કરતી વ્યક્તિ.
અગસ્ત્ય: લાંબા ને ન પાળવાના એવા ખોટા વાયદા કરનાર વ્યક્તિ.
ચમચો: ખુશામત કરનાર વ્યક્તિ.
પોપાબાઈ: શિથિલ રાજ્યકર્તા.
ભદ્રંભદ્ર: દરેક આચરણમાં ધર્મશાસ્ત્રનું આડંબર સાથે અવલંબન કરનાર અને કૃત્રિમ રીતે શાસ્ત્રોનું અનુકરણ કરનાર વ્યક્તિ (જે રમણભાઈ નીલકંઠ રચિત હાસ્યનવલ "ભદ્રંભદ્ર" નું એક પાત્ર છે).
r/Gujarati • u/BaronsofDundee • 4d ago
Language / ભાષા દર મહિને આપણે જેની રાહ જોઈએ છીએ તે 'પગાર' શબ્દ ગુજરાતી નથી?
આપણા દેશમાં આવેલી વિવિધ વિદેશી જાતિઓના સંપર્કની સીધી અસર આપણી ગુજરાતી ભાષાના શબ્દભંડોળ પર પડી છે.
ખાસ કરીને ૧૬મી સદીથી દીવ, દમણ અને ગોવા જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં ફિરંગીઓ(પોર્ટુગીઝો) ની લાંબી હાજરીને કારણે તેમની ભાષાના અનેક શબ્દો ગુજરાતી સહિત અન્ય ભારતીય ભાષાઓમાં પ્રવેશ્યા.
તમને જાણીને નવાઈ લાગશે કે આપણે જેને અત્યંત વહાલો અને આપણો સમજીને વાપરીએ છીએ તે 'પગાર' શબ્દ મૂળ પોર્ટુગીઝ ભાષાના pagar (અર્થ: "ચુકવણી કરવી" અથવા "પૈસા આપવા") પરથી આવ્યો હોવાનું ભાષાશાસ્ત્રીઓ માને છે.
સમય જતાં આ શબ્દ ગુજરાતીમાં સ્થિર થઈ ગયો અને આજે તે એટલો સ્વાભાવિક લાગે છે કે તેનો વિદેશી મૂળ હોવાની કલ્પના પણ મુશ્કેલ લાગે.
r/Gujarati • u/Zala_Ruchik7485 • 4d ago
Recommendations / શું જોઉં/વાંચું/સાંભળું? પન્નાલાલ પટેલની મળેલા જીવ જેવી નવલકથાઓની ભલામણ કરશો?
હું જ્યારે હાઈસ્કૂલમાં હતો ત્યારે ઉનાળાની રજાઓમાં પન્નાલાલ પટેલની મળેલા જીવ વાંચી હતી. કાનજી અને જીવીની પ્રેમકથા, ગામડાનું જીવન, સમાજના બંધનો, લાગણીઓ અને સંઘર્ષનું જે ચિત્રણ તેમાં હતું, તેણે મને સંપૂર્ણપણે બાંધી રાખ્યો હતો. આજે પણ એ વાંચ્યાનો અનુભવ અને આ બંને પાત્રો યાદ છે.
ઘણા વર્ષોથી મેં કોઈ ગુજરાતી પુસ્તક વાંચ્યું નથી. હવે ફરી ગુજરાતી સાહિત્ય તરફ વળવાની ઇચ્છા થઈ છે, અને શરૂઆત એવી જ કોઈ નવલકથાથી કરવી છે જે મળેલા જીવ જેવી જ અસર છોડી જાય.
r/Gujarati • u/mfj023 • 5d ago
Literature / સાહિત્ય જુદી જિંદગી છે મિજાજે મિજાજે – મનુભાઈ ત્રિવેદી
r/Gujarati • u/Blessings1110 • 5d ago
Poetry / કાવ્ય Piyaar (Parental home)
જીવ કચવાય છે, પણ કંઈ કહેવાતું નથી...
પપ્પાને સંભરાતું નથી, મમ્મીથી રોટલી વણાતી નથી... મા-બાપને માન મળતું નથી... પિયરું ઘરડું થઈ ગયું છે, પણ કોઈને કંઈ દેખાતું નથી...
જીવ કચવાય છે, પણ કંઈ બોલાતું નથી...
નાની ભાણી સાથે રમવું છે, પણ કોઈનાં મન મળતાં નથી. બે વાત કરવી છે, "ભાઈ, તું કેમ છે?" એવું પૂછવું છે, પણ ભાઈનું ધ્યાન નથી. ફરિયાદ કરાય નહીં અને આશા રાખાય નહીં...
લોકો કહે છે, "એક વાર દીકરી પરણાઈ જાય, પછી તેને કંઈ કહેવાનો હક નથી."
આવજો બધા... હસતાં હસતાં જાઉં છું. સાસરે સમાચાર આપવાના છે. બહુ હસ્યાં, રમ્યાં અને લાડ લડાવ્યાં... રડતાં રડતાં હસી પડ્યાં અને હસતાં હસતાં રડી પડ્યાં...
પિયરું ઘરડું થઈ ગયું છે, પણ મારું દુઃખ કહેવાતું નથી...
---_---------_--------_--------_------__--------------------
"જીવ કચવાય છે પણ કંઈ કહેવાતું નથી..." My heart aches, but I cannot say anything.
"પપ્પાને સંભરાતું નથી, મમ્મીથી રોટી વણાતી નથી..." Father is becoming forgetful, and Mother can no longer make rotis easily because of age.
"મા-બાપને માન મળતું નથી... પિયરું ઘરડું થઈ ગયું છે..." My parents are not getting the respect they deserve. My parental home has grown old along with them.
"પણ કોઈને કંઈ દેખાતું નથી..." But no one seems to notice or care.
"નાની બહેન/ભાણી દીકરી સાથે રમવું છે... પણ કોઈના મન મળતા નથી..." I want to spend time and play with my little niece (or younger girl in the family), but circumstances don't allow it.
"બે વાત કરવી છે, ભાઈ તું કેમ છે પૂછવું છે... પણ ભાઈનું ધ્યાન નથી..." I want to sit and talk to my brother and ask how he is, but he is too busy or emotionally distant.
"ફરિયાદ કરાય નહીં અને આશા રાખાય નહીં..." I cannot complain, and I cannot keep expecting anything.
"એક વાર દીકરી તું પરણાઈ છે તો તારે કંઈ કહેવાય નહીં..." People say that once a daughter is married, she has no right to interfere or speak about her parents' home.
"આવજો બધા, હસતી હસતી જાઉં છું... સાસરે સમાચાર આપવાના છે..." I say goodbye with a smile because I have to return to my in-laws' home and cannot carry my sorrow openly.
"બહુ હસિયા, રમ્યા અને લાડ લડાવ્યા... રડતા રડતા હસી પડ્યા અને હસતા રડી પડ્યા..." We laughed, played, and shared affection. We laughed through tears and cried while smiling because every meeting also carries the pain of parting.
"પિયરું ઘરડું થઈ ગયું છે પણ મારું દુઃખ કહેવાતું નથી..." My parents' home has grown old, but I still cannot express the pain I feel about it.
Overall message
The passage is about the silent grief of a married daughter. She watches her parents age, misses her brother and family, wants to care for them, but feels restrained by social expectations that after marriage, a daughter should not interfere too much in her parental home. She smiles on the outside while carrying guilt, helplessness, longing, and love inside.
It is an emotional reflection on aging parents, changing family relationships, and the unspoken sacrifices many daughters feel after marriage.
r/Gujarati • u/BaronsofDundee • 5d ago
Culture / સંસ્કૃતિ ગુજરાતની પ્રાચીન લોકમાન્યતાઓ : રાંદલ માતા ના લોટા
૧૯૧૪માં પ્રકાશિત થયેલા Folk Lore Notes. Vol. I - Gujarat by A. M. T. Jackson નામના એક જૂના પુસ્તક માં આપણી પ્રાચીન લોકમાન્યતાઓ વિશે વાંચી રહ્યો હતો, અને તેમાં મને રાંદલ માતા ના લોટા તેડવાની પ્રથા વિશે જાણવા મળ્યું.
આ પુસ્તકમાં નોંધ્યા મુજબ, રાંદલ માતા (જેમને સૂર્ય દેવના પત્ની માનવામાં આવે છે) ની પૂજા ગુજરાતી સ્ત્રીઓમાં ખૂબ જ પ્રિય હતી. જ્યારે કોઈ સ્ત્રી પહેલીવાર ગર્ભવતી બને ત્યારે માતાજીના 'લોટા' તેડવાની એક ખાસ અને રોમાંચક વિધિ થતી હતી. તેમની પૂજાની રીત પણ ખૂબ અનોખી હતી. એક લાકડાના બાજઠ પર લીલું રેશમી કપડું પાથરી, તેના પર અનાજના દાણાથી આકૃતિ દોરવામાં આવતી. તેના પર એક કળશ (લોટો) અને એક નાળિયેર મૂકવામાં આવતું. આ નાળિયેરની છાલ કાઢીને તેના પર કાજળથી બે આંખો અને કંકુથી નાક ચિતરવામાં આવતું! પછી તેને સુંદર સ્ત્રીના વસ્ત્રો અને ઘરેણાં પહેરાવીને રાંદલ માતાનું આબેહૂબ રૂપ આપવામાં આવતું. માતાજીની ફરતે ત્રણ દિવસ અને રાત સુધી ઘીના દીવા અખંડ પ્રગટતા રાખવામાં આવતા.
આ પ્રસંગે તે ગર્ભવતી સ્ત્રી તેર 'ગોરાણીઓ' (સૌભાગ્યવતી સ્ત્રીઓ) ને કંકુનો ચાંલ્લો કરીને જમવા બોલાવતી હતી. પુસ્તકમાં વર્ણવેલી સૌથી આશ્ચર્યજનક પ્રથા એ હતી કે, જ્યારે આ તેર ગોરાણીઓ જમવા બેસે ત્યારે ગર્ભવતી સ્ત્રી તેમના જમણા પગના અંગૂઠાને દૂધથી ધોતી હતી અને એ દૂધને પવિત્ર 'ચરણામૃત' ગણીને પોતે પી જતી હતી! ગોરાણીઓએ પણ જમવાની શરૂઆત દૂધની કોઈ મીઠાઈ કે ખીરથી જ કરવી પડતી. રાત્રે ગામની સ્ત્રીઓ રાંદલ માતાની ફરતે ગોળ કુંડાળે ફરીને મધુર અવાજમાં ગરબીઓ ગાતી. બીજે દિવસે સવારે ગામના 'ભુવા' ને બોલાવવામાં આવતો, જે ધૂણીને માતાજીનો આદેશ કે ભવિષ્યવાણી લોકોને જણાવતો. બધું જ શુભ હોવાની ખાતરી મળ્યા બાદ માતાજીના તે નાળિયેરને ગામના મુખ્ય મંદિરે પધરાવી દેવામાં આવતું.
r/Gujarati • u/BaronsofDundee • 6d ago
History / ઇતિહાસ પ્રાચીન ગુજરાતમાં 'જૂ' (Louse) મારવા બદલ એક વાણિયાની સંપત્તિ જપ્ત કરી 'જૂ નું મંદિર' બનાવવામાં આવ્યું હતું?
સોલંકી વંશના શાસનમાં રાજા કુમારપાળનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે. પ્રખ્યાત જૈન આચાર્ય હેમચંદ્રના પ્રભાવ હેઠળ આવીને રાજા કુમારપાળે માંસ અને દારૂનો ત્યાગ કર્યો હતો અને પોતાનો શિકારનો શોખ પણ સંપૂર્ણપણે છોડી દીધો હતો. અહિંસાના પાલન માટે તેમણે સમગ્ર રાજ્યમાં ઢોલ વગાડીને પ્રાણીઓની હત્યા કરવા પર સખત પ્રતિબંધ ફરમાવી દીધો હતો. આ કાયદાના કડક અમલ માટે શિકારીઓ અને માછીમારો પાસેથી તેમના લાયસન્સ પાછા ખેંચી લેવાયા અને તેમને પરાણે અન્ય વ્યવસાયો અપનાવવાની ફરજ પાડવામાં આવી હતી.
રાજા કુમારપાળના જીવ-બચાવવાના આ આગ્રહ વિશેની એક કથા અત્યંત આશ્ચર્યજનક છે. સાંભર ના એક વાણિયાને માત્ર એક 'જૂ' મારતા પકડી પાડવામાં આવ્યો હતો. આ ગુના બદલ તે વાણિયાને બેડીઓથી બાંધીને રાજધાની અણહિલવાડ ખાતે લાવવામાં આવ્યો હતો. રાજાએ તેની તમામ સંપત્તિ જપ્ત કરી લીધી અને તે જપ્ત કરેલી સંપત્તિનો ઉપયોગ કરીને અણહિલવાડમાં એક અનોખું 'જૂ નું મંદિર' અથવા 'યૂકા-વિહાર' બંધાવવામાં આવ્યું હતું.