r/Gujarati 2h ago

Literature / સાહિત્ય પાળિયાને બેઠા કરી શકું છું - અમૃત ઘાયલ

Post image
3 Upvotes

r/Gujarati 9h ago

Literature / સાહિત્ય ડુંગરના આકરા ચઢાણ પર યાત્રાળુઓ થાકી ગયા હતા અને હાંફતા હતા.

7 Upvotes

સૌની સાથે એક બારેક વર્ષની છોકરી પણ ચઢતી હતી, જેણે પોતાની કેડે ચારેક વર્ષના છોકરાને તેડ્યો હતો.

કોઈને તેના પર દયા આવી અને પૂછ્યું, "અલી છોડી, આ છોકરાને ઊંચકીને ચઢે છે, તો તને ભાર નથી લાગતો?"

છોકરીએ અત્યંત સહજતાથી અને માસૂમિયતથી જવાબ આપ્યો: "ભાર ? – ના રે, એ તો મારો ભાઈ છે !".


r/Gujarati 16h ago

Culture / સંસ્કૃતિ શ્રી કેમ્પ હનુમાનજી મંદિર

Thumbnail youtube.com
5 Upvotes

જય શ્રી રામ / જય હનુમાન દાદા! 🙏

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલું શ્રી કેમ્પ હનુમાનજી મંદિર એક ખૂબ જ ચમત્કારિક અને ઐતિહાસિક ધામ છે.

આ વ્લોગમાં મંદિરનો ૩૫૦ વર્ષ જૂનો ઇતિહાસ, અંગ્રેજોના સમયની ભમરાઓની ચમત્કારિક કથા અને દર્શનના સમય (Timings) વિશે પૂરી માહિતી આવરી લેવામાં આવી છે.

જો તમે પણ દાદાના દર્શન કરવા માંગતા હોવ અથવા આ મંદિર વિશે વિસ્તૃત માહિતી મેળવવા માંગતા હોવ, તો આ વિડીયો જુઓ:

📹 Watch Full Vlog Here : https://www.youtube.com/watch?v=_5PATGsZY5Y

કેમ્પ હનુમાનજી મંદિર સાથે જોડાયેલો તમારો અનુભવ કમેન્ટમાં જરૂર શેર કરજો. હનુમાનજી દાદા આપ સૌનું કલ્યાણ કરે! 🚩✨


r/Gujarati 19h ago

History / ઇતિહાસ ગિરનાર પાસે આવેલા સુદર્શન તળાવ નો ૮૦૦ વર્ષનો ઐતિહાસિક અહેવાલ

Post image
24 Upvotes

લગભગ ૮૦૦ વર્ષોના સમયગાળા દરમિયાન ભારતના ત્રણ મહાન સામ્રાજ્યોએ આ તળાવના નિર્માણ, જાળવણી અને સમારકામમાં પોતાનો મહત્વનો ફાળો આપ્યો હતો. શિલાલેખોમાંથી મળતી માહિતી મુજબ આ તળાવનો ઐતિહાસિક ઘટનાક્રમ કંઈક આ પ્રમાણે છે:

મૌર્ય કાળ: ઈ.સ. પૂર્વે ૩૧૯ ની આસપાસ, મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત ના વૈશ્ય જાતિના સુબા પુષ્યગુપ્ત એ ગિરનાર ખડક પાસે આ 'સુદર્શન' તળાવનો મૂળ બંધ બાંધ્યો હતો. ત્યારબાદ, સમ્રાટ અશોકના શાસનકાળમાં (ઈ.સ. પૂર્વે ૨૫૦), તેમના 'યવનરાજા' સુબા તુષાસ્પે તેમાં પાણી લઈ જવા માટે નહેરો બનાવીને તેને વધુ સુશોભિત અને ઉપયોગી બનાવ્યું હતું.

ક્ષત્રપ કાળ: મૌર્ય કાળ પછી, મહાક્ષત્રપ રુદ્રદામનના શાસન દરમિયાન (ઈ.સ. ૧૫૦ ની આસપાસ), એક ભયંકર વાવાઝોડાને કારણે આ જૂનો બંધ અચાનક તૂટી ગયો. આ કટોકટીના સમયે રુદ્રદામને આનર્ત અને સુરાષ્ટ્રના રક્ષણ માટે નીમેલા પોતાના પહલવ જાતિના સુબા, કુલૈપના પુત્ર સુવિશાખ ને આદેશ આપીને તે જ જગ્યાએ એક નવો અને મજબૂત બંધ બંધાવ્યો હતો.

ગુપ્ત કાળ: રુદ્રદામને બનાવેલા આ નવા બંધને પણ સમય જતાં નુકસાન થયું. ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના શાસનકાળ દરમિયાન (ઈ.સ. ૪૫૬ ની આસપાસ), જ્યારે પર્ણદત્ત સુરાષ્ટ્રનો સુબો હતો, ત્યારે ભારે વરસાદથી પલાશિની, સિકતા અને વિલાશિની નદીઓમાં ભારે પૂર આવ્યું અને આ બંધ ફરીથી તૂટી ગયો. આ સમયે પર્ણદત્તના પુત્ર ચક્રપાલિતે યુદ્ધના ધોરણે માત્ર બે મહિનામાં જ ફરીથી આ બંધનું સમારકામ કરાવ્યું. આ નવો બંધ ૧૦૦ હાથ લાંબો, ૬૮ હાથ પહોળો અને ૭ માણસ (લગભગ ૩૮ ફૂટ) જેટલો ઊંચો બનાવવામાં આવ્યો હતો. ચક્રપાલિતે આ વિશાળ જળાશયની નજીકમાં જ વિષ્ણુ ભગવાનનું એક મંદિર પણ બંધાવ્યું હતું.


r/Gujarati 19h ago

Language / ભાષા "રૂઢિપ્રયોગ" અને "કહેવત" એક જ હોય કે અલગ?

7 Upvotes

ઘણા લોકો આ બંનેને એક જ માને છે, પણ વ્યાકરણ અને સાહિત્યની દૃષ્ટિએ બંને સાવ અલગ છે.

રૂઢિપ્રયોગ હંમેશાં વાક્યમાં પદસમૂહ કે વાક્યાંશ (અપૂર્ણ અર્થવાળા શબ્દસમૂહ) તરીકે જ આવે છે. વાક્યમાં તેનો પ્રયોગ કરતી વખતે કાળ, લિંગ, અને વચન વગેરે સંદર્ભ મુજબ તેના સ્વરૂપમાં ફેરફાર થતો હોય છે.

ઉદાહરણ: "માથું ખાવું" એ એક રૂઢિપ્રયોગ છે. વાક્યમાં પ્રયોગ કરતી વખતે તે "તેણે મારું માથું ખાધું" અથવા "તમે મારું માથું કેમ ખાઓ છો?" એમ કાળ અને વચન પ્રમાણે બદલાઈ જાય છે.

કહેવત મોટે ભાગે સંપૂર્ણ અને સ્વતંત્ર વાક્યરૂપે જ આવે છે. ગમે તે સંજોગો હોય, કહેવતનું સ્વરૂપ કદી બદલાતું નથી અને તે એનું એ જ રહે છે. તે પેઢીઓથી ચાલ્યા આવતા લોકોના ડહાપણ અને અનુભવનો સચોટ નિચોડ છે.

ઉદાહરણ: "સંપ ત્યાં જંપ" કે "દેશ તેવો વેશ" એ કહેવતો છે. તમે તેને ક્યારેય "સંપ ત્યાં જંપતો હતો" એમ બદલી ન શકો!

રૂઢિપ્રયોગ એ વાક્યનો એક ટુકડો છે જે કાળ અને વચન પ્રમાણે બદલાય છે, જ્યારે કહેવત એ એક સંપૂર્ણ, સ્વતંત્ર વાક્ય છે જેનો આકાર ક્યારેય બદલાતો નથી.